સાબરકાંઠા જિલ્લામાં નાસતા-ફરતા અને સજા વોરંટ ધરાવતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત તલોદ પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા ૧૧ મહિનાથી પોલીસને ચકમો આપી નાસતો-ફરતો આરોપી તલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઝડપાઈ ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) નાઓની સૂચનાથી અને હિંમતનગર વિભાગીય પોલીસ અધીકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.જી. રાઠોડ તથા તેમની ડી.સ્ટાફની ટીમ સતત વોચમાં હતી.
તા. ૨૯/૧૦/૨૦૨૬ ના રોજ પેટ્રોલીંગ દરમિયાન અ.હે.કો. જીગ્નેશકુમાર બાલાભાઈ (બ.નં. ૧૧૧૫) નાઓને ખાનગી બાતમી મળી હતી કે, હિંમતનગર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના ક્રિમીનલ કેસ નં. ૧૩૫૩૭/૨૦૨૧ માં ૧ વર્ષની સાદી કેદની સજા પામેલ આરોપી મુકેશભાઈ વિનુભાઈ રાવલ (રહે. રાવલવાસ, તલોદ) હાલ ઉજેડીયા ચોકડી પાસે ઉભો છે.
બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઉજેડીયા ચોકડીથી આરોપીને સફેદ શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ અને જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને હિંમતનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
-
સી.જી. રાઠોડ – પોલીસ ઇન્સ્પેક્ટર, તલોદ પોલીસ સ્ટેશન
-
બી.એલ. રાયજાદા – પોલીસ સબ ઇન્સ્પેક્ટર
-
જીગ્નેશકુમાર બાલાભાઈ – અ.હે.કો. (બ.નં. ૧૧૧૫)
-
અનિલસિંહ રજપૂત/રજુસિંહ – અ.પો.કો. (બ.નં. ૬૪૭)







