GJGUJ/26/A7163

પ્રાંતિજના કાટવાડ નજીક દલપુર રોડ પરથી અજાણ્યા પુરુષની નગ્ન હાલતમાં લાશ મળી: હત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ ગામ નજીક આવેલ દલપુર રોડ પરથી ગુરુવારે એક અજાણ્યા પુરુષની નગ્ન હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા શખ્સો દ્વારા યુવકની અન્યત્ર હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને અહી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

ઘટના અંગે જાણ થતાં જ ડીવાયએસપી (DySP) સહિત પ્રાંતિજ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલિસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી પ્રાથમિક વિગતો એકત્ર કરી હતી. સ્થળ સ્થિતિ અને સંજોગો જોતા પોલીસનું પણ માનવું છે કે અજાણ્યા ઇસમો દ્વારા યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ લાશને અહી ફેંકીને ફરાર થઈ ગયા છે.

હાલમાં મૃતક યુવકની કોઈ સત્તાવાર ઓળખ થઈ શકી નથી, જેને પગલે પ્રાંતિજ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પેનલ પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. પોલીસે અજાણ્યા મૃતકની ઓળખવિધિ માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય પોલીસ મથકોમાં ગુમ થયેલ વ્યક્તિઓની માહિતીના આધારે તપાસ તેજ કરી છે.

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State