GJGUJ/26/A7163

પ્રાંતિજ પોલીસે સજા વોરંટના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમે સજા વોરંટના એક આરોપીને બાતમીના આધારે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત:

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) નાઓ દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી લેવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના સંદર્ભમાં હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. આર. પઢેરીયા તથા સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ શ્રી એન. સી. ગોહિલ અને તેમની ટીમ સતત વોચમાં હતી.

દરમિયાન, સર્વેલન્સ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે બીજા એડી. ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ, હિંમતનગરના ફોજદારી કેસ નંબર ૧૦૨૧૯/૨૦૨૪ ના કામના સજા વોરંટના આરોપી દશરથજી હેમતાજી રાઠોડ (રહે. તાજપુર, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા) ને પકડી પાડવામાં આવ્યો છે.

સફળ કામગીરી કરનાર ટીમ:

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. પઢેરીયા, પીએસઆઈ એન. સી. ગોહિલ, અ.હે.કો. ભરતભાઇ નારણભાઇ, અ.પો.કો. ગજેન્દ્રસિહ બળવંતસિહ, અ.પો.કો. પંકજકુમાર કાંતીલાલ, આ.પો.કો. હર્ષપાલસિહ દિલિપસિહ, આ.પો.કો. સરદારસિંહ દિપસિંહ તથા આ.પો.કો. સંદિપકુમાર ઇશ્વરભાઇ જોડાણા હતા.

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State