GJGUJ/26/A7163

ખેલો ઇન્ડિયા અસ્મિતા ટુર્નામેન્ટમાં શ્રી ગટ્ટુ વિદ્યાલયની કન્યા ફૂટબોલ ટીમ ચેમ્પિયન…

 

 

 

અંકલેશ્વર: શ્રી ગટ્ટુ વિદ્યાલય, CBSE વિભાગ, અંકલેશ્વરની કન્યા ફૂટબોલ ટીમે ડી.એ. આણંદપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ખેલો ઇન્ડિયા અસ્મિતા ફૂટબોલ ગર્લ્સ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ટુર્નામેન્ટમાં કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો.

 

ફાઇનલ મુકાબલામાં શ્રી ગટ્ટુ વિદ્યાલયની ટીમે લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલને 2–0થી હરાવી ભવ્ય વિજય નોંધાવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય, શાનદાર ટીમવર્ક અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું.

 

વિજેતા ટીમમાં આરાધ્યા મિશ્રા, ચાર્વી ભટ્ટ, મલિહા પઠાણ, મિસ્ટી પટેલ, વ્રિતિકા દ્વિવેદી, શિવાંશી, સ્વરા કાશિદ, જાગૃતિ મિશ્રા, આરાધ્યા પાઠક, હિતેશ્રી કુંવર, ઓવી પુરહાડ, ટિયા પટેલ, અર્પિતા પાંડા, દ્વિતા માનવદુરિયા અને સ્વરાલી ખડકેનો સમાવેશ થાય છે.

 

ટીમની આ સફળતા ખેલાડીઓની સખત મહેનત, શિસ્ત અને સમર્પણનું પરિણામ છે. કોચ વિકાસ સરના માર્ગદર્શન તેમજ શાળાના શારીરિક શિક્ષણના શિક્ષક શ્રી કૈલાશ પટેલના સતત પ્રોત્સાહન અને સહકારથી ટીમે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

 

શ્રી ગટ્ટુ વિદ્યાલયના સંચાલકમંડળ, આચાર્ય અને સમગ્ર સ્ટાફે વિજેતા ખેલાડીઓ તથા કોચિંગ ટીમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ વિજયથી શાળા અને અંકલેશ્વરનું ગૌર

વ વધ્યું છે.

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State